🔗 ⚙️

Manavna Dilma from Janmashtami 2023 by Dada Bhagwan

Tracklist
7.Manavna Dilma3:54
Lyrics

માનવના દિલમાંથી જ્યારે, ધર્મ નાશ પામે છે
ઉંચા ભાવો હૃદયમાંથી, પૂરેપૂરા ભાગે છે
પ્રેમનું સ્થાન સ્પર્ધા લઈ લે ને, અહંકાર કરુણાનું લે
સત્તા જીતે સત્યની સામે, ત્યારે યુગપુરુષ જન્મે છે….
ત્યારે યુગપુરુષ જન્મે છે (૨)

યદા યદા હી ધર્મસ્ય, ગ્લાનિર્ભવતે ભારત
અભ્યુત્થાનમ અધર્મસ્ય, તદાત્માનમ શ્રુજામ્યહમ
પરિત્રાણાય સાધુનામ, વિનાશાયચ દુષ્કૃતામ્
ધર્મ સંસ્થાપનાર્થાય, સંભવામિ યુગે યુગે.....
સંભવામિ યુગે યુગે.....(૨)


યુદ્ધ હતું નિશ્ચિત છતાય, કર્યા પ્રયત્નો શાંતિના
પાંચાલીના પુત્ર મોહનો, ત્યાગ કરાવ્યો યુદ્ધ પહેલા

ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણને, ધર્મ ત્યાં ઉપદેશ્યો
અધર્મનો પક્ષ ત્યજવા માટે, કર્ણને પણ સમજાવ્યો.

મહાભારતના ધર્મ યુધ્ધમાં, નિ:શસ્ત્ર જોડાયા
સારથી બન્યા પાર્થના, અને યુધ્ધના શંખ વગાડ્યા
યુધ્ધના શંખ વગાડ્યા... (૨)

અર્જુને મોહ વશ થઇ જ્યારે, શસ્ત્રો મુક્યા હેઠા
ગીતાજ્ઞાન આપીને એમને શોકમાંથી કાઢ્યા
અહંકાર લઇ લીધો પાર્થનો, વિરાટ દર્શન કરાવ્યું
શુધ્ધાત્મા એ જ કૃષ્ણ છે, ત્યારે અર્જુનને સમજાયું.. (૨)
અર્જુનને સમજાયું.. (3)

Credits
from Janmashtami 2023, track released September 11, 2023
LicenseAll rights reserved.
Tags
Recommendations